Skip to main content

Posts

Showing posts from September, 2024

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.

તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું. તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા, શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળીયા પ્રાથમિક શાળામાં ખેરગામ જય ચામુંડા ફેબ્રિકેશનનાં માલિક ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું. 💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐 પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ  શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ  પહાડ ફળિયા અને વેણ ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

 Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વ...

Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :

 Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ : પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ : એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ.  વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શ...

ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન

 ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન ‘એક પેડ માં કે નામ’ અભિયાન --- ઘરમાં દીકરા -દિકરીના જન્મ સમયે, જન્મદિવસ નિમિત્તે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ - મંત્રીશ્રી મુકેશભાઈ --- લાયો ફિલાઈઝ્ડ સ્નેક વેનમ અને એન્ટી સ્નેક વેનમ બનાવતી કંપનીઓને સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું 

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

 Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્...

આહવા ખાતે યોજાયો “ગરીબ કલ્યાણ મેળો”

  આહવા ખાતે યોજાયો “ગરીબ કલ્યાણ મેળો” મેળાના દિવસે ૧ હજાર ૪૩૪ લાભાર્થીઓને રૂ. ૪ કરોડ ૨૬ લાખના વિવિધ લાભો એનાયત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ : જિલ્લાના પ્રજાજનોને 'સ્વચ્છતા હી સેવા' સાથે 'એક પેડ, માં કે નામ'ના કાર્યક્રમમા ભાગીદારી નોંધાવવાની હાંકલ કરતા શ્રી વિજયભાઈ પટેલ. (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા.૨૭ : ગરીબોના બેલી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે, જનકલ્યાણના સેવાયજ્ઞ માટે સમર્પિત, સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત, “ગરીબ કલ્યાણ મેળો” આહવા ખાતે યોજાઈ ગયો. સરકારના જુદા જુદા ૨૫થી વધુ વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના ૧ હજાર ૪૩૯થી વધુ લાભાર્થીઓને, આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ રૂ. ૪ કરોડ, ૨૭ લાખ, ૪૧ હજાર, ૧૨૦થી વધુની રકમના વિવિધ લાભો એનાયત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને મળેલા વિવિધ સાધન/સહાયનો સદ્ઉપયોગ કરી, પગભર થવાની હાંકલ કરી હતી. ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતે આયોજિત આ 'ગરીબ કલ્યાણ મેળા'મા સર...