Skip to main content

Posts

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

           એક દોડ દેશ કી એકતા કે નામ – નવસારી જિલ્લો બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો આ દોડમાં રમતવીરો સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા (નવસારી: મંગળવાર) : દેશમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બે કી.મી સુધીની ‘રન ફોર યુનિટી’ દોડ ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા સંકલ્પબદ્ધ બન્યા હતા અને નાગરિકોને એકતાનો સંદેશ આપ્યો હતો.   આ ‘રન ફોર યુનિટી’ દોડને ગણદેવીના ધારસભ્યશ્રી નરેશભાઇ પટેલ તથા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.  બીલીમોરાના મઢીના ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં યુવાનો અને નગરજનો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ મઢીના ગ્રાઉન્ડથી...

ચીખલી રાનકુવા સ્કુલના ગણિત વિષયના મહારથી ગુલાબ મહાલાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

 ચીખલી રાનકુવા સ્કુલના ગણિત વિષયના મહારથી ગુલાબ મહાલાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અ...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

   Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કા...

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી.

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી. ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઇ હતી. વિશ્વરજસિંહ પરમાર ભારત દેશ તરફથી 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડી છે. હાલમાં ચીનમાં નવમો આંતર રાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહ્યો છે. જેમા ભારત દેશ તરફથી કુલ 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર ફક્ત એક ખેલાડી એવા વિશ્વરાજસિંહ મુકેશસિંહ પરમારને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. જે મેન્સ સિંગલ્સ,મેન્સ ડબલ અને મેન્સ ટીમ એમ કુલ 3 ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાં પછી તરત જ રમાનાર ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં પણ ભાગ લેનાર છે. ચાલુ વર્ષમાં રમાયેલ સિનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત રાજ્ય વતી પ્રતિનિધિત્વ કરીને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ એમ 2 મેડલ મેળવી ચૂક્યા છે. ચીખલી તાલુકાના અંતરિયાળ ગામે ક...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024