Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

 વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ

વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે.

'પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.'-પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત મુકેશભાઇ નાયક

છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન

સંકલન-વૈશાલી પરમાર

નવસારી, તા.૨૪: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની ઓલાદો વધી રહી છે. ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેટ ચેન્જમાં પણ પ્રાકૃતિક ખેતીનો સિંહ ફાળ રહ્યો છે. આ મુહિમને આગળ વધારવામાં નવસારી જિલ્લાના ખેડૂતો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. 

ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસરૂપ નવસારી જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારીના સહિયારા પ્રયત્નો થકી આજદિન સુધી નવસારી જિલ્લામાં કુલ-૨૧,૭૩૬ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની મુહિમમાં જોડાઇ ચુક્યા છે. 

નવસારી જિલ્લાની વાત કરીએ તો, વર્ષ-૨૦૨૦-૨૧ થી શરૂ થયેલ આ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં આજ દિન સુધી-૨૧,૭૩૬ ખેડૂતો સક્રિઉ રીતે જોડાઇ ચુક્યા છે. આ જાગૃત ખેડૂત મિત્રોના કારણે નવસારી જિલ્લામાં કુલ-૭૪૭૦ એકર જમીન ઉપર પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે એજ વર્ષમાં વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે. જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે. 

નવસારી જિલ્લા તંત્રના સરાહનિય પ્રયાસ રૂપે નવસારી જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ પંચાયત દિઠ દર ૧૫ દિવસે પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમનું આયોજન મોડલ ફાર્મ જાહેર થયેલા પ્રાકૃતિક ફાર્મ ખાતે યોજવામાં આવે છે. તાલીમમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા, જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત સહિત પ્રાકૃતિક ખેતી સંલગ્ન અનેક બાબતો અંગે તેઓને માહિતગાર કરવામાં આવે છે. 

બોક્ષ-1

ખેડૂત તાલીમાર્થી મોહનસિંહ ચૌહાણ-'પ્રાકૃતિક ખેતીને લગતા સેમીનાર સમયાંતરે થવા જોઇએ.

 તાજેતરમાં નવસારી તાલુકાના કુરેલ ગામમાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ 'પ્રાકૃતિક ખેતી તાલીમમા ભાગ અંદાજીત ૪૦ જેટલા ખેડૂતો અને ગ્રામ સેવકોએ ભાગ લીધો હતો. જેમાંથી એક ખેડૂત તાલીમાર્થી મોહનસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાના વિચાર અંગે જણાવ્યું હતું કે, 'પ્રાકૃતિક ખેતીને લગતા સેમીનાર સમયાંતરે થવા જોઇએ. વૈજ્ઞાનિકો અને ખેડૂતો મારફત વિવિધ બાબતો અંગે જાણકારી મળે છે. આ પ્રકારના સેમીનારના કારણે મને પણ થયુ કે હું પણ મારૂ ફાર્મ આ પધ્ધતી મુજબ જ બનાવું.' 

બોક્ષ-2

'ખેડૂતનું કુદરતી હળ એટલે અળસિયા.'- મુકેશભાઇ નાયક

કુરેલ ગામ સ્થિત નાયક પ્રાકૃતિક ફાર્મના પ્રગતિશિલ ખેડૂત શ્રી મુકેશભાઇ નાયક પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જેમ તંદુરસ્ત માતા હોય તો બાળક તંદુરસ્ત હોય છે તે જ પ્રમાણે ધરતી માતા તંદુરસ્ત હોય તો તેના પાક તંદુરસ્ત હશે અને એ પાક આરોગી આપણે સૌ તંદુરસ્ત બની શકીએ છે. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થકી જમીન ફળદ્રુપ બને છે. જેના કારણે ઉત્પાદનમાં દેખીતો ફેર પડી જાય છે. જમીન બન્જર બનતી અટકે અને ખેતી ખર્ચ પણ ઘટે છે. તેમણે અળસિયાનું મહત્વ સમજાવતા 'ખેડૂતનું કુદરતી હળ એટલે અળસિયા.' એમ ઉમેર્યું હતું. અંતે રસાયણિક ખેતી કરતા ખેડૂતમિત્રોને સલાહ આપતા ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવો ત્યારે ફક્ત એક જ વર્ષ ધિરજ રાખવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.

નાયક પ્રાકૃતિક ફાર્મ ખાતે આવેલા ખેડૂતો અને ગ્રામ સેવકોને ફાર્મની વિઝીટ કરાવી, વિવિધ બાબતો અંગે મુકેશભાઇએ માહિતગાર કર્યા હતા. જેમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત, આચ્છાદનનું મહત્વ, અળસિયાનું મહત્વ, આંતરપાક લેવાની રીત, કયા પાકો ખેતરમા ઉગાડવા, પક્ષીઓ અને જીવજંતુનું મહત્વ અને તેઓના જીવનચક્ર દ્વારા ખેતીને થતા ફાયદા સહિત પ્રાકૃતિક ખેતીનું માર્કેટ, તથા પાકોની ગુણવત્તા ઉપર પણ તેમણે વિગતવાર જાણકારી આપી હતી. 

છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન

અત્રે નોંધનિય છે કે, ગુજરાતના રાજયપાલશ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતજી દ્વારા દેશીગાય આધારીત પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ચલાવી રહયા છે. મુકેશભાઈ લગભગ ચાર વર્ષથી કેવિકે નવસારી અને આત્મા યોજના દ્વારા સમયાતંરે પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન મેળવીને પ્રાકૃતિક ખેતીના મુળભુત સિધ્ધાંતો જેવા કે બીજામૃત, જવામૃત/ઘનજીવામૃત વગેરે તથા મીશ્રપાક/આંતરપાક અને આચ્છાદાન, વાફસા, વનસ્પતિજન્ય દવાઓની બનાવટ વગેરે જાતેજ પોતાના ફાર્મમાં બનાવીને પોતાના ખેતીમાં ઉપયોગ કરતા હતા. પોતાના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીનું જંગલ મોડલ અપનાવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. 

જેમાં પોતાના ફાર્મની ફરતે જીવત વાડ, શરૂ/મહાગોની સહિત અન્ય વૃક્ષ વાવીને પોતાના ફાર્મમાં ૬૦૦ આંબા કલમ જેમાં આંતરપાકમાં હળદર, મગ/અડદ, લીલા પડવાશના પાક, શણ તથા શાકભાજી પાકો ટામેટા, પરવર, ટીંડોળા, ભીંડા, કેળ, નાળીયેરી વાવી સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી છેલ્લા ચાર વર્ષથી કરી રહયા છે. અને ખુબ જ સારૂ ઉત્પાદન મેળવી રહયા છે આ જંગલ મોડલ કુરેલ ગામ તેમજ આજુબાજુના ગામનાં ખેડૂતો અને નવસારી જીલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 

કુરેલ ગામના મુકેશભાઈ નાયક દ્વારા સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ બનાવવા બદલ ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગત તા.૧૬.૦૬.૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે રાજભવનમાં સન્માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર નવસારી જિલ્લા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માંગતા ખેડૂત મિત્રો ગૌરવ વધારતી અને પ્રોત્સાહિત કરતી બાબત છે.

બોક્ષ-3

"પ્રાકૃતિક કૃષિ" દ્વારા ખેડૂતોને મળશે આટલા લાભ:

• ખેતી ખર્ચ નહિવત થશે

• જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા સુધરશે

• પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી થશે.

• રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખર્ચ શૂન્ય થશે..

• દેશી ગાયની સાચવણી અને સંવર્ધન થશે..

• પ્રાકૃતિક ખેતીના મુખ્ય ચાર સિધ્ધાંતો મળશે જાણવા: ૧) બીજામૃત ૨) આચ્છાદન (મલ્ચીંગ) ૩) જીવામૃત ૪) વાપસા

• નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરેના ઉપયોગ થકી ખેતી થશે જંતુમુક્ત....

• ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, યોગ્ય કિંમત મળશે, આવક વધશે

અંતે એટલુ કહી શકાય કે, પ્રાકૃતિક ખેતીની આવી અસરકારક તાલીમોના પ્રતાપે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં હંમેશા આગળ હશે અને ગુજરાત રાજ્યના વિકાસ થકી દેશનો વિકાસ દર નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે એવી આશા છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને નવસારી જિલ્લાના ખેડૂતો સાકાર કરી બતાવશે તેમાં કોઇ બેમત નથી. 

*વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો* - *નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની...

Posted by Info Navsari GoG on Monday, June 24, 2024

Comments

Popular posts from this blog

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અ...

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...