Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

    Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.          


તારીખ 6/6/2024 થી 7/6/2024  દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB સ્કૂલ ચીખલી ખાતે યોજાઈ હતી.

જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે. 

શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો.શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.


               બી.આર.સી કો.શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ  પાણી વિશે વાતો કરી. શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણી ને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની ચર્ચા કરી.  બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. બી.આર.સી કો.શ્રી સોનલબેન એ સેનેટરી વિશે વાતો કરી. કન્યાઓને  શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી. 



શૌચાલય વિશે વાતો કરી કેટલા બાળકોએ કેટલા એકમદીઠ  નળ હોવા જોઈએ, એક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તે વિષે યોગ્ય માર્ગદર્શન મળે રહે તેમજ સુચારુ આયોજન થાય તે મુજબની ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખવો  એના વિશેની  સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોએ એમુજબનું આયોજન થાય એ વિષે  માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ જૂથ બનાવી કલસ્ટરની  કોઈ એક શાળા ડ્રોઈંગ કરી શાળા સુવિધા દર્શાવી તેને જૂથચર્ચા કરવામાં આવ્યુ.

                  બી.આર.સી કો.શ્રી હેમંતભાઈએ હરિયાળી જગ્યાઓ અને જમીનનો યોગ્ય ઉપયોગ વિશે વાતો કરી જેમાં વિદ્યાર્થીઓજી જૈંવ વિવિધતા, ફળદ્રુપતા, વર્મી કમ્પોઝ વિશે  માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહે, આંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોનું સમજ સારી રીતે આપવામાં આવ્યું. 

માનનીય ડીપીઓ સાહેબશ્રીએ સક્ષમશાળા બાબતે આપવામાં આવેલી તાલીમનું પૃથુકરણ કરી દરેક તાલીમાર્થીઓને સક્ષમશાળા વિશે શું જાણ્યું એના વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા ફાયર સેફટી અંતર્ગત રાખવાની ટકેદારી વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી. સક્ષમશાળા અંતર્ગત દરેક શાળા રોલ મોડલ બને ,શાળામાં સ્વચ્છતા તેમજ કોઈ ગંભીર ઘટના ન બને એના માટે સી.આર.સી કો. તેમજ આચાર્યશ્રી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

    


                              બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું.જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમશ્રી દ્રારા આગલા દિવસનું  પુનરાવર્તન કરાવવામાં આવ્યું બી.આર.સી કો.શ્રી વિજયભાઈ દ્વારા બાળસુરક્ષા અને જાતિ સતામણી વિષે સુંદર મજાના ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મક, શારીરિક, માનસિક અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. 

આદર્શશાળા માટે ફરિયાદ પેટી ફરજીયાત હોવી જોઈએ જેના વિશે સુંદર માર્ગદર્શન આપ્યું. બી.આર.સી કોઓર્ડીનેટર સોનલબેન દ્વારા બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ આજ દિવસે સક્ષમશાળામાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા, હરિતા, સલામત ,અને સમાવિષ્ટ વિશે સમજ આપી. ત્યારબાદ તાલીમાર્થીઓને ફિલ્ડ વર્ક માટે ચીખલી કન્યા શાળામાં લઈ જવામાં આવ્યા. 


જ્યાં બીલીમોરા ફાયર સેફ્ટીના એકેડેમી ના જાણકાર તજજ્ઞો દ્વારા ફાયર સેફ્ટી નો ડેમો બતાવવામાં આવ્યો.ફાયર સેફટી ના બોટલ નું નોઝલ ફરજિયાત હોવા વિશે વાત કરવામાં આવી. તેમજ ફાયર સેફ્ટી મોકડ્રીલ  કરાવવામાં આવ્યું. આગના ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. એ બી સી ડી પ્રકારના આગ વિશે કઈ રીતે કાળજી લેવી અને કઈ રીતે એને ઓલવવા માટેના શું જરૂરી હોઈ તેની સમજ આપવામાં આવી. 

ત્યારબાદ કન્યાશાળામાં   સક્ષમશાળા અંતર્ગત દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું. જેમાં પાણી, ઉર્જા, હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા. જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું,  ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરવામાં આવી. જેમાં સક્ષમ શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું.તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું. 


તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા, નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાને મુદ્દા સક્ષમ શાળા અંતર્ગત અમને ખૂબ જ સચોટ રીતે  સમજાવ્યા. જે અમે અમારા ક્લસ્ટરમાં આપવામાં આવનાર તાલીમને ખૂબ જ સારી રીતે આપી શકીએ એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી.  જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમ દ્વારા પ્રમાણપત્ર આપી રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા. અંતે તાલીમ સફળ જણાઈ.




Comments

Popular posts from this blog

Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

 ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામ...

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

Navsari news: નવસારી મીડિયા સેન્ટર અને ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ નિરીક્ષકશ્રી બી.બી.કાવેરી (IAS)

     Navsari news: નવસારી મીડિયા સેન્ટર અને ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ નિરીક્ષકશ્રી બી.બી.કાવેરી (IAS)