Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે.

----

‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

-----

વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ  કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}}

- આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ 

*

વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ

*

નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ

 (નવસારી/ ગુરુવાર) આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.  


                  રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સહિતનાં સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદી મેળવવાની લડાઈમાં નવસારીનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. નવસારી જિલ્લાના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને મંત્રીશ્રીએ યાદ કર્યા હતા . આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશબાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી. 

    રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે , ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે અને વિકસિત ભારતના નિર્માણમાં મુખ્યમત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક ગામ , તાલુકો , શહેર અને ગુજરાત રાજ્યના નાગરીકો પોતાનું યોગદાન આપશે તેવી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી  હતી.   


              વધુમાં રાજ્ય મંત્રીશ્રીએ  તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં આવેલ વન બંધુ કલ્યાણ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ, આદિમજૂથ આવાસ, જેવી યોજનાઓનો થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ  થઈ રહ્યો છે સાથે ગુજરાતે ખેતી-ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા સમતોલ, સર્વસમાવેશ વિકાસની વાત કરતા તેમણે નવસારી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા મંત્રીશ્રીએ  જિલ્લામાં  વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા લક્ષી યોજનાઓ, આદિજાતિ વિકાસ સહિત વિવિધ યોજનાઓનાં લાભો અને તેનાથી આવેલા સર્વાંગી વિકાસ વિશે જણાવ્યું  હતું. 


                  ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી  સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

                   આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે નવસારીના  વિકાસ કાર્યો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે ને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતમાં  મંત્રીશ્રી  તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. 


                   ૭૮ માં સ્વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગણદેવીના  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, પ્રોબેશનર આઈ.એસ આર વૈશાલી , નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી , નાયબ કલેકટરશ્રી શિવરાજ ખુમાણ , નવસારી પ્રાંત અધિકારી ડૉ જનમ ઠાકોર , સહિતનાં વિવિધ પદાધિકારીઓ- વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  








Comments

Popular posts from this blog

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અ...

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...