Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી.

સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.

જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં ઘટકો વિશે સમજાવવામાં આવ્યું જે શાળા સક્ષમ બનાવવા જરૂરી છે શાળા સક્ષમની તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે.શાળા સક્ષમ  બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વગેરે વિશે વાતો કરવામાં આવી. 

પાણી વિશેનાં મુદ્દામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણીને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની રચના વિશે વાતો કરી.  બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. સેનેટરી વિશે વાતો કરી સ્વચ્છ રહેવા માટે કન્યાઓને કઈ તેમજ શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી. શૌચાલય વિશેનાં પ્રકરણમાં કેટલા બાળકોએ કેટલા એકમ નળ હોવા જોઈએ, એક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તેમ જ તેમને યોગ્ય માર્ગદર્શન મળે એના વિશે સુચારું આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખો એના વિશેની પણ સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને એ રીતનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું.

 ઇન્ચાર્જ સી.આર.સી અલ્પેશભાઈ દ્વારા  હરિયાળી જગ્યાઓ અને જમીનનો  ઉપયોગ વિશે વાતો કરી જેમાં  જમીનમાં વિવિધતા, ફળદ્રુપતા, વર્મી કમ્પોઝ વિશે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહે, આંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોની સમજ,   સ્વચ્છ હવા   અને  સ્વચ્છ હવા શા માટે મહત્વની છે તે વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી સ્વચ્છ હવાના મુખ્ય ઘટકોની વાત કરવામાં આવી જેમાં સ્વચ્છ હવા માટે બાળકોની સક્રિય સામેલગીરી કેવી રીતે કરવી એના વિશે વાતો કરવામાં આવી. લીલી જગ્યાઓ અને જમીનના ઉપયોગના ધોરણોનો પ્રવેશ વિશે સમજાવવામાં આવ્યું. ઉર્જા સરક્ષણ શા માટે મહત્વનું છે સ્વચ્છ ઊર્જાને પહોંચ, સ્વચ્છ ઊર્જાના ધોરણ, બાળકોની સક્રિય ભાગીદારી વિશે તમામ આચાર્યઓને માહિતગાર કર્યા. તદુપરાંત આબોહવા પ્રતિભાવ વિશે જેમાં આબોહવાને અનુકૂળ શાળા શા માટે મહત્વની છે, ટકાઉ સ્થિતિ સ્થાપક, નિર્માણના ધોરણ વિશે સરસ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.


 ત્યારબાદ આગળના સેશન પ્રમાણે ઇન્ચાર્જ સી.આર.સી કાશ્મીરાબેન દ્વારા આબોહવા અને આપત્તિ  (જોખમ) વિશે ચર્ચા કરવામાં આવી. જેમાં કાશ્મીરાબેન દ્વારા સરસ આબોહવાનું નિર્માણ આબોહવા શાળામાં કેવી રીતે ઉભુ કરવું તેમજ શાળા માટે આબોહવા કેવી હોવી જોઈએ તેમજ એમને બનાવવા માટે  શાળાનું આયોજન કેવું હોવું જોઈએ એ તમામ બાબતોથી તમામ આચાર્યશ્રીને વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કોઓર્ડીનેટર વિજયભાઈ દ્વારા બાળ સુરક્ષા અને જાતિય સતામણી વિશે સરળ  ભાષામાં  જાતે અનુભવેલી  જોયેલી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા માટે આપણે શાળા કક્ષાએ કેવા પ્રકારની તકેદારી રાખવી વગેરે બાબતોનો સમજ આપવામાં આવી. શાળા કક્ષાએ ગુડ ટચ બેડ ટચ વિશે બાળકોને સમજ આપવામાં આવે એ પ્રકારનું આયોજન શાળા કક્ષાએ થાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.


 પાટીના સીઆરસીશ્રી ટીનાબેન દ્વારા સંચાલન અને જાળવણી. વ્યવહારમાં બદલાવ અને ક્ષમતા નિર્માણ સમાવેશ શિક્ષણ વિશે  સમજ આપવામાં આવી. સંચાલન અને જાળવણીમા વેસ્ટ  મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી, અને  પર્યાવરણ સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી. સમાવેશ શિક્ષણમાં લિંગ જાતે ભેદ શિક્ષણની સમજ આપવામાં આવી. શિક્ષકોને જૂથમાં વહેંચણી કરી. દરેક જૂથને એક મોડેલ  શાળા દોરી સક્ષમ શાળા કેવી હોવી જોઈએ જેના વિશે જૂથે આગળ આવી પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું.


 બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થનાથી ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું. બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ પટેલ દ્વારાએ આગલા દિવસનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મક, શારીરિક, અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. કિરીટભાઈ દ્વારા  બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. આજ દિવસે સક્ષમશાળાનાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા હરિતા સલામત સમાવિષ્ટ વિશ સમજાવવામાં આવ્યું. તેમજ કિરીટભાઈ પટેલ દ્વારા  ફાયર સેફ્ટીનું મોક ડ્રિલ કરાવવામાં આવ્યું. ફાયરના  ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. 


એ બી સી ડી પ્રકારના આગ વિશે સમજ આપવામા આવી.  ત્યારબાદ ટીનાબેન દ્વારા સક્ષમશાળા એપ ડાઉનલોડ કરાવી. ટીમ લીડર દ્વારા સક્ષમ શાળાના દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું જેમાં પાણી, ઉર્જા હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું  ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરી. જેમાં શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું  તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું હતું. 


તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાની રીતે પોતાનાં  વિષયોના મુદ્દાને શાળા અંતર્ગત સચોટ રીતે સમજાવ્યા  જે મુખ્ય શિક્ષકો  આ તાલીમની સમજને  શાળામાં ખૂબ જ સારી રીતે અમલીકરણ કરી શકે  એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી. 

આ તાલીમ દરમ્યાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઇ પરમાર સાહેબ ઉપસ્થિત રહી મુખ્યશિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતે બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ  દ્વારા તમામ આચાર્યશ્રીઓને પોતાના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી તાલીમને પૂર્ણ  જાહેર કરવામાં આવી.

Comments

Popular posts from this blog

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ઉપર નોંધાયેલ વ

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

     Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં.  શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકોને પ્રોત્સાહક પ્રવચન રજૂ કર્યું હતું. તેમજ  સતત સફળતા મેળવે તેવા આશીર્વાદ અને આશી વચન આપ્યા ત્યાર બાદ બાળકો દ્વારા ફોટોસૂટ યોજી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.