Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...
નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો* - નવસારી, તા.22: PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામા આવી હતી. જે...