Skip to main content

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

 ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો 

Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો
- ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ તરફથી નવસારી જિલ્લામાં જુદી જુદી યોજનાઓ હેઠળ ૪૧૫ હેકટરમાં છે. ૧૧.૫૦ લાખ જેટલા રોપાઓ વાવેતર કરવામાં આવ્ય છે જે ખુબ સારી બાબત છે એમ ઉમેર્યું હતું. મંત્રીશ્રી આપણી સંસ્કૃતિમાં ઝાડને દેવ, વાયુને દેવ, પૃથ્વીને માતા ગાયને માતા, નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. વૃક્ષએ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આપણી સંસ્કૃતિ એ આપણી વિરાસત છે. તેમણે પર્યાવરણ સાથે આત્મીયતા કેળવી જે પ્રમાણે પર્યાવરણ કોઈ સાથે ભેદભાવ કરતા નથી તેવા જ પ્રકારે આપણે સૌ એક છીએ એમ સમજ કેળવી હતી. તેમને પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પેશ્નો અંગે ગંભીરતા પૂર્વક વિચાર કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ પ્રત્યેક નાગરિક પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત થાય અને ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરે એમ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ વન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના કેળવી તેઓ સાથે જીવતા શીખવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સૌવર્ધન માટે સૌને જાગૃત બનવા આપીલ કરી હતી.
ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પાંચમી જુને " એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આપણા નવસારી જીલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૨૦ લાખ જેટલા રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવેલ છે જે ખરેખર સરાહનિય છે. તેમણે આજે વિશ્વ સિંહ દિવસ છે એમ સૌને યાદ અપાવી પ્રકૃતિના ખોળામા રહેતા આદિવાસી બાંધવોને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, આપણે જળ જંગલ જમીનથી જોડાયેલા છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવા સક્રિય પગલા લેવા જરૂરી છે એમ જણાવ્યું હતું. તેમણે સૌને પોતાના ખાસ દિવસોએ પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ ભાવના દેસાઇએ સ્વાગત પ્રવચન થકી વન મહોત્સવનું મહત્વ સમજાવી સૌ પ્રકૃતિ પ્રેમી નવસારીવાસીઓને વધુમં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવામાં ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જળવણી કરતી સંસ્થાઓને નાગરિકોણે પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણ જળવણી માટેની પ્રતિજ્ઞા લઈ સૌ કોઈ કેમ્પસમાં વૃક્ષારોપણમાં જોડાયા હતા. અને મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે, વલસાડ ઉત્તર વનવિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિશા રાજ સહિત મહાનુભાવો, પર્યાવરણ પ્રેમી નવસારીવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો - રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના...

Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024

Comments

Popular posts from this blog

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. ---- ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ----- વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ  કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}} - આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  * વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ * નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  (નવસારી/ ગુરુવાર) આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભ...

Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :

 Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ : પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ : એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ.  વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...