Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.

 Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.



તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ  ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં 

💐 ચિત્રસ્પર્ધા -   નિધિ રાઠોડ પ્રથમ 🥇

💐 વાદન સ્પર્ધા - અભય રાઠોડ પ્રથમ 🥇

💐 બાળકવિ - મુમતાઝ ભૈયાત  દ્વિતીય🥈

💐 ગાયન સ્પર્ધા  આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા...

Posted by Moldhara Primaryschool on Saturday, September 21, 2024

Comments

Popular posts from this blog

Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

 ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામ...

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

Navsari news: નવસારી મીડિયા સેન્ટર અને ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ નિરીક્ષકશ્રી બી.બી.કાવેરી (IAS)

     Navsari news: નવસારી મીડિયા સેન્ટર અને ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ નિરીક્ષકશ્રી બી.બી.કાવેરી (IAS)