Skip to main content

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના પ્રગતિશીલ ખેડૂતે માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં કરી ગલગોટાના ફુલોની ખેતી; નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું કર્યું ઘર બેઠા વેચાણ

    

નવરાત્રી પર્વ વિશેષ: નવસારી જિલ્લો 

-

ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક એટલે ગલગોટાની ખેતી

-

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના પ્રગતિશીલ ખેડૂતે માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં કરી ગલગોટાના ફુલોની ખેતી; નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું કર્યું ઘર બેઠા વેચાણ; બાગાયત ખાતાની યોજના અંતર્ગત ૫૦ ટકા સહાય મેળવી કરી આવક બમણી

-

આયોજનબધ્ધ રીતે સિઝન અનુસાર કરેલ રંગબેરંગી ફુલોની ખેતીથી થાય છે અનેક ઘણો ફાયદો

-

ઓછા ખર્ચમાં વધુ આવક કરવી હોય તો બાગાયતી પાકો કરવા જોઇએ- કેળકચ્છ ગામના ખેડૂતશ્રી કરશનભાઇ નરસિંહભાઇ પટેલ

-

સંકલન-વૈશાલી પરમાર 

-

નવસારી,તા.૧૪: રાજયમાં બાગાયતી વિકાસને વેગ આ૫વા સમગ્ર રાજ્યમાં બાગાયત ખાતાની રચના કરવામાં આવી છે. રાજયમાં કૃષિનો મહત્વનો હિસ્સો બાગાયત પણ છે. નવસારી જિલ્લો તેના બાગાયતી પાકો અને ફુલો  માટે પણ સમગ્ર રાજ્યમાં વખાણાય છે. 

ઉત્સવોના ગઢ એવા ભારત દેશમાં શ્રાવણ માસથી મહોત્સવોની શરૂઆત થતા ઓક્ઝોટીક થી લઇ દેશી  સુધી વિવિધ ફુલોની માંગ વધે છે. આ સમયની માંગને પહોચી વળવા અનેક ખેડૂતમિત્રો તહેવારો અનુસાર આયોજનબધ્ધ રીતે વિવિધ ફુલોની ખેતી સિઝનલ પાક તરીકે પસંદગી કરતા હોય છે. નવરાત્રીના તહેવારમાં સૌનો મનપસંદ ગલગોટાના ફુલોની ભારે માંગ હોય છે. ૧૦૦ રૂપિયાથી શરૂ કરી દશેરાના દિવસે ૨૦૦ રૂપિયે કિલો સુધી ફુલોનો ભાવ પહોચતા હોય છે જેના કારણે આયોજનબધ્ધ રીતે સિઝન અનુસાર કરેલ રંગબેરંગી ફુલોની ખેતીથી અનેક ઘણો ફાયદો ખેડૂતોને થાય છે. 

નવસારી જિલ્લો આમ લીલીના ફુલ માટે જાણીતો છે. પરંતું આ ઉપરાંત પણ ગલગોટા, દેશી ગુલાબ,જલબેરા જેવા ફુલોની ખેતી પણ ખેડૂતો આંતર પાક તરીકે અને તહેવારો માટે પોતાની અનુકુળતાએ પાકની પસંદગી કરતા હોય છે. 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના ખેડૂતશ્રી કરશનભાઇ નરસિંહભાઇ પટેલ ઘણા વર્ષથી સિઝન અનુસાર ગલગોટાની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે  પણ તહેવારને ઘ્યાને રાખી માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં પણ ગલગોટાના ફુલોની ખેતી કરી છે. જેના થકી તેમને વધારાની આવક રૂપે ખેતી કરે છે. 

કરશનભાઇએ આ બાબતે જણાવ્યું હતું કે, હું વર્ષોથી ખેતી કરૂં છું. ઓછા ખર્ચમાં વધુ આવક કરવી હોય તો બાગાયતી પાકો કરવા જોઇએ. ફુલોની ખેતી થકી ખુબ જ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સિઝનના પાક અનુસાર ફુલોની ખેતી કરી સારી એવી આવક મેળવી શકાય છે. ગણપતિ મહોત્સવથી શરૂ કરી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં ગલગોટાના ફુલની ખુબ માંગ હોય છે. તેથી સિઝન પ્રમાણે આપણે આવા પાક કરવા જોઇએ. જેથી આપણે ઓછા ખર્ચે સારી આવક મેળવી શકીએ છે.

તેમણે ગલગોટાના ફુલ એટલે છુટા ફુલ જેના માટે નાયબ બાગાય નિયામકશ્રીની કચેરી નવસારી દ્વારા સહાય ચુકવવામાં આવે છે. તે અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, બાગાયત ખાતાની યોજના અંતર્ગત છુટા ફુલની ખેતી માટે નાના અને સિંમાંત ખેડુતો માટે અંદાજીત ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે. કરશનભાઇને પણ આ યોજનાનો લાભ લીધો છે. જેના માટે કરશનભાઇએ નવસારી બાગાયત ખાતું અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 

કરશનભાઇએ વધુમાં તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં અપનાવેલ રીત અનુસાર ગલગોટાની ખેતી કરવા સલાહ આપી હતી. જેમાં દરેક પાકની ફરતે અને વચ્ચે-વચ્ચે ક્યારીઓમાં ગલગોટાના ફુલ ઉગાળવાની હિમાયત કરી હતી. ગલગોટાના ફુલથી જીવાતો ફુલો ઉપર જતી રહે છે અને મુખ્ય પાકને રક્ષણ મળે છે. વધુમાં ફુલોના કારણે પતંગીયાઓની સંખ્યા વધે છે જેથી પરાગરજને અલગ અલગ ફુલોમાં પહોચાડવામાં મદદરૂપ થાય છે. જેથી ફળ વધારે લાગે છે. આ ઉપરાંત ફુલો ઉપર રહેલા કિટકોને ખાવા પક્ષીઓ આવતા હોય છે જેથી કુદરતી રીતે જંતુનાસકનો ફાયદો મળે છે એમ ઉમેરી નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને સિઝનલ ફુલોની ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

ગલગોટાની ખેતી એટલે ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક. 

કરશનભાઇએ ઉમેર્યું કે, પોતે ગલગોટાના ફુલોને સીધા માળીને વેચવાની સાથે નવરાત્રી દરમિયાન લોકો ફુલો શોધતા શોધતા ઘર બેઠા આવે છે. ફુલોને માર્કેટ સુધી પણ લઇ જવાની જરૂર પડતી નથી એમ ઉમેર્યું હતું. તેમણે આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નવરાત્રી દરમિયાન દરરોજ અંદાજિત ૨૦ કિલો ફુલ કાઢ્યા હતા. નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું ઘર બેઠા વેચાણ કરી વધારાની આવક મેળવી છે. તેમણે અંતે ફરી ગલગોટાની ખેતી અપનાવવાની સલાહ આપતા ઉમેર્યું હતું કે, ગલગોટાની ખેતી એટલે ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક. 

છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં કુલ-૬૫% સહાય મળે છે.

નોંધનિય છે કે, છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૧૬,૦૦૦/હે. અને વધારાની ૨૫% પૂરક સહાય સાથે કુલ-૬૫% સહાય મળે છે.

બાગાયત ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મુખ્ય ઉદેશ બાગાયતી પાકોનું ઉત્પાદન તથા ખેત આવકમાં વધારો કરવો, રોજગારીની તકો વધારવી તથા કાપણી પછી બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરવાનો છે. જે માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે. જેનો લાભ સર્વ ખેડૂત મિત્રોએ ચોક્કસ લેવો જોઇએ. 

૦૦૦૦૦૦

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari









Comments

Popular posts from this blog

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ...