Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત :

    

વિકાસ સપ્તાહની ઉજવણી : જિલ્લો ડાંગ

-

Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત :

-

મંત્રીશ્રીએ આંબાપાડા ખાતેથી ડાંગ જિલ્લામા નિર્માણ થનારા રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગ વિગેરે કામાનુ ખાતમુહૂર્ત કર્યું :

-

વિકાસ કરવો અમારી જીદ નથી પણ અમારી આદત છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ 

-

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમા ભારતનુ ગૌરવ વધાર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ 

-

ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીરના વિકાસકીય કામો થકી જિલ્લાને મહામૂલી ભેટ મળી  : વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ

-


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: દેશના હાલના વડાપ્રધાન, અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને, રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથા વર્ણવતા, તા.૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરવામા રહી છે.


"વિકાસ સપ્તાહ" ની આ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના આંબાપાડા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જિલ્લામા નિર્માણ પામનાર રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગના કુલ રૂપિયા ૧૦૮.૩૫ કરોડના, કુલ ૩૭ કામોનુ ખાતમુહૂર્ત કરાયુ હતુ. 


જેમા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામા એમ.એમ.જી.વાય વર્ષ ૨૦૨૩/૨૪ યોજના હેઠળ, રોડ રીસરફેસિંગની કામગીરી/સ્ટ્રકચર રિપેરિંગની કામગીરી/નવા પુલની કામગીરી જેવા ૧૫ કામો માટે રૂપિયા ૨૫૨૦ લાખનો ખર્ચ, બજેટ ઉચ્ચક જોગવાઇ  ૨૦૨૩/૨૪ યોજના હેઠળ સ્ટ્રકચર રિપેરિંગ/નવા સ્ટ્રકચર રિપેરિંગ/રોડ રીસરફેસિંગની કામગીરીના કુલ ૧૭ કામો માટે રૂપિયા ૮૦૨૦ લાખનો ખર્ચ, તેમજ માર્ગ મરામત રીસરફેસિંગની કામગીરીના કુલ ૫ કામો માટે રૂપિયા ૨૯૫ લાખનો ખર્ચ મળી, કુલ ૩૭ કામો માટે રૂપિયા ૧૦૮.૩૫ કરોડના કામોનુ ખાતમહૂર્ત કરવામા આવ્યુ હતુ. 


ગુજરાત વિકાસ કરવો, એ અમારી જીદ નથી પણ આદત છે. તેમ જણાવી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષના સુશાસનનની ગાથા વર્ણવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ૨૩ વર્ષ સુશાસનની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ, ત્યારે આપણા સૌ માટે ગર્વની વાત છે કે આજે સમગ્ર વિશ્વમા ભારતની નોંધ લેવાઈ રહી છે, અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. તેમ તેમણે ઉમેર્યું હતુ.


વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમા ભારત દેશની અન્ય વિકસિત દેશોની હરોળ ગણના કરવામા આવે છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ વ્યક્ત કરી હતી. જે આજે સાકાર થવા જઇ રહી છે. નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમા ભારતની ઇકોનોમી નંબર એક પર હશે. તેમ પણ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.


તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૩મા વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને, ગુજરાતને વિકાસનુ લેન્ડિંગ હબ બનાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જેના પરિણામે આજે ગુજરાતમા સૌથી વધુ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમા ઉદ્યોગો સ્થાપવાના કારણે રોજગારી પણ મળી રહી છે. 


ડાંગ જિલ્લામા સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવી રહ્યા છે. જે સરકારની લોકો પ્રત્યેની પ્રતિબ્ધતા દર્શાવે છે. સરકાર હમેશા આદિવાસીઓની પડખે રહી છે. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ હંમેશા છેવાડાના જિલ્લોઓના વિકાસકીય કામો માટે ચિંતા કરતા હોય છે. આવનાર ભવિષ્યમા હજી વધુ વિકાસકીય કામો કરવામા આવશે, તેમ પણ મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યું હતુ.


આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની શાસન ધૂરા સંભાળી ત્યારથી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ વહીવટને પ્રાધાન્ય આપ્યુ હતુ. 


ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને ૨૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ, આજે સમગ્ર વિશ્વમા ભારતનો ડંકો વાગી રહ્યો છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ થી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો મળી રહે, એવી વ્યવસ્થા કરી છે. આજે રાજ્યના આદિવાસી જિલ્લાઓમા વનબધું યોજના થકી રોડ, રસ્તા, પાણી, વિજળી, સિંચાઇ, વિગેરે ક્ષેત્રે વેગવંતા વિકાસના કામો થઇ રહ્યા છે. 


આજે આંબાપાડા ગામથી આહવા, વઘઇ અને સુબીર તાલુકામા રૂ. ૧૦૮.૩૫ કરોડના ખર્ચે થનાર કુલ ૩૭ કામોનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ છે. આ ફક્ત ટ્રેલર છે. આવનાર સમયમા વધુ વિકાસકીય કામોનુ ખાતમુહર્ત કરવામા આવશે. તેમ તેમણે વધુમા કહ્યુ હતુ.


આહવા અને વઘઇમા રૂ. ૯ કરોડના ખર્ચે તૈયર થઇ રહેલ લાયબ્રેરી, આહવા ખાતે રૂ. ૬ કરોડના ખર્ચે બની રહેલ આદિવાસી ભવન, ડાંગ જિલ્લા પંચાયતનુ રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિલ્ડીંગ, આર.ટી.ઓ ઓફિસ વિગેરનુ આવનાર સમયમા લોકાપર્ણ કરવામા આવશે.


ડાંગ જિલ્લાના વિધ્યાર્થીઓને દુર સુધી ભણવા ન જવુ પડે તે માટે વઘઇમા સરકારી કોલેજ, આહવામા મેડીકલ કોલેજની ભેટ આપી છે. તેમજ જિલ્લાના લોકોને દુર ખેતર સુધી થાંભલાઓ લઇ જવા હવે કોઇ ચાર્જ નહી ચુકવવો પડે તેમ પણ શ્રી વિજયભાઇ પટેલે વધુમા જણાવ્યુ હતુ. 


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યુ હતુ કે, છેલ્લા ૨૩ વર્ષમા થયેલા વિકાસની સમગ્ર રાજ્યમા ઉજવણી થઈ રહી છે. દેશના હાલના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળથી દેશનો વિકાસ થઇ રહ્યો છે. આજે ડાંગ જિલ્લો પણ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે. ડાંગમા હવે વિકાસના કામો ઝડપથી થઇ રહ્યા છે. એક સમયે પછાત ગણાતો ડાંગ જિલ્લો આજે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. 


આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રી લાલભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ઉપપ્રમુખ શ્રીમતી સવિતાબેન, ચિચિનાગાવઠાના સરપંચ શ્રી સંકેતભાઇ બંગાળ, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, સહિત પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી આર.બી.ચૌધરી, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.પટેલ, સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#VikasSaptah #mahitigujarat#GOGConnect#23yearsofsuccess#cmogujarat#infogujaratGujarat 









Comments

Popular posts from this blog

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અ...

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...