ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...
Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી
Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. ---- ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ----- વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}} - આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ * વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ * નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ (નવસારી/ ગુરુવાર) આજે ભારતના ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભ...



Comments
Post a Comment