Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...
Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.
Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.
*માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા.#VikasSaptah
#23yearsofsuccess
Post courtesy: info Tapi gog
Comments
Post a Comment